રામ લક્ષમણ વનવગડાની વાટે lyrics| Vanita Patel
Singer | Vanita Patel |
Music | Jitu Prajapati |
Song Writer | Rajan Rayka | Dhaval Motan |
Ram Luxman Van Vagdani Vate Gujarati geet lyrics
રોમ લખમણ વન વગડાની વાટે રે
રોમ લેખ લખ્યા કેવા લલાટે રે
નથી સીતાજી એમની સાથે રે
એવો વહમો દારો ને કાળી રાતે રે
રોમ લખમણ વન વગડાની વાટે રે
વન વગડાની વાટ માં
અને સબરી જુવે રામ ની વાટ
એઠા બોર ચખાડીયા
રોમ મોથે મેલે ઇના હાથ રે
રોમ લખમણ વન વગડાની વાટે રે
પરભુ ચેવા લેખ લખ્યા લલાટે રે
રોમ લખમણ વન વગડાની વાટે રે
પથ્થર માંથી પ્રગટ થઇ હાલ્યા જોને આજ
ભાવ ભક્તિ થી ભેટો થયો
મારા રોમે રાખી એની લાજ રે
રોમ લખમણ વન વગડાની વાટે રે
રોમ લેખ લખ્યા કેવા લલાટે રે
રોમ લખમણ વન વગડાની વાટે રે
રામ નામ ના જપ કરે વનમાં હનુમાન
ત્રિલોક ના નાથ સામે આવીયા
પરભુ ભક્તો નું રાખે ધ્યાન રે
રોમ લખમણ વન વગડાની વાટે રે
રોમ લેખ લખ્યા કેવા લલાટે રે
રોમ લખમણ વન વગડાની વાટે રે
દરિયો મારગ ના આલતો શિવજી ને યાદ કરે રોમ
શિવલિંગ ની કરી સ્થાપના
રોમે રોમેશ્વર રાખ્યા નોમ રે
રોમ લખમણ વન વગડાની વાટે રે
પરભુ લેખ લખ્યા કેવા લલાટે રે
નથી સીતાજી એમની સાથે રે
એ ભાવ ભારી ભગવાન મળ્યા હતો જેને વિશ્વાસ
રાજન ધવલ વિનવે
પરભુ પૂરજો હવની આશ રે
પરભુ વનિતા પટેલ ગુણ ગાય રે
સૂરપંચમ ની રેજો ભેળા રે
રોમ લખમણ વન વગડાની વાટે રે